મોરબી: મોરબીમાં માધાપર અંબીકા રોડ પર આવેલી ભાડાની દુકાનમાં પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧ મા રહેતા દીપકભાઈ મયુરભાઈ પોપટ (ઉ.વ.૫૫)એ ગત તા ૨૪-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે માધાપર અંબીકા રોડ પર ભાડાની દુકાનમાં કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. જેની ડેડ બોડી પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી?
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકોનો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે ત્યારે જિલ્લા ટ્રાફીક...
ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવર નો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું....
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર - ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) ના પતી છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને...