મોરબી: નવરાત્રિના પાવન પર્વે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ મોરબી દ્વારા વિના મુલ્યે રોપા વિતરણ કરવામાં આવ્યા આશરે ૧૦૦૦ જેવા ફલાદી રોપા જેવાકે જામફળ સીતાફળ દાડમ આંબળા તથા રાવના જેવા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે હતું.
જેમાં લીલુંછમ ગુજરાત સ્વચ્છ ગુજરાત હેતુ માટે રાખવામાં આવ્યું હતું આ પ્રોજેકટમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જેના સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી તથા લાયન્સ ક્લબ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી ત્રિભોવનભાઈ સી ફૂલતરિયા તથા પ્રોજેક્ટ ચેરમેન અને પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, એ એસ સુરાણી, પરસોતમભાઈ કાલરીયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા મણિલાલભાઈ કાવર
સામાજિક વનીકરણના સભ્ય અને મંદિરના પુજારીએ પણ હાજરી આપેલ અને રોપા વિતરણ પ્રોજેક્ટમાં મદદરૂપ થયા હતા અને મારું શહેર મારું ગુજરાત તથા મારો દેશ સ્વચ્છ અને હરિયાળું બને તેવી
ભાવના જાગૃત કરવા માટે આ પ્રોજેક્ટમાં દરેકે સહયોગ આપ્યો હતો.
