Tuesday, April 30, 2024

વાંકાનેરના ધારાસભ્યની માંગણી અનુસંધાને ચાર રોડને રીકાર્પેટ કરવા રૂ. 30 કરોડ મંજૂર, પીરઝાદા દ્વારા વધુ ત્રણ રોડના કામો મંજૂર કરવા માંગ…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

67-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રીસરફેસ ન થયેલા હોય તેવા સિંગલ પટ્ટી અને ડબલ પટ્ટી રોડ-રસ્તાને રીકાર્પેટ કરવા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા માર્ગ અને વિભાગ મકાન વિભાગના મંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ માંગ કરવામાં આવી હતી જેને અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 30 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે ચાર રોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 30 કરોડના ખર્ચે ૧). વાંકાનેર-અમરસર-મિતાણા રોડ, ૨). વાંકાનેર-કુવાડવા રોડ, ૩). વાંકાનેર-દલડી-થાન રોડ, ૪). પલાસ-લુણસર-મંડણાસર રોડને રિકાર્પેટ કરવા મંજૂરી આપતા ધારાસભ્ય પીરજાદાએ વાંકાનેરની જનતા વતી આભાર વ્યક્ત કરતા વધુ ત્રણ રોડના કામો રિકાર્પેટ કરવા માંગ કરી છે….

માર્ગ-મકાન વિભાગ મોરબી (રાજ્ય) હસ્તકના ૧). વાંકાનેર-પલાસ-માથક, ૨). વાંકાનેર-જડેશ્વર-લજાઇ, અને ૩). વાંકાનેર બાયપાસ રોડ રસ્તાઓને ખૂબ જ લાંબા સમયથી રિસર્ફેસીંગ ન કરેલ હોય જેથી હાલમાં આ રસ્તાઓ ખરાબ હાલતમાં હોય, બાબતે સાત વર્ષ કરતા વધુ સમયથી રિકાર્પેટ બાકી હોય તેવા રાજ્ય ધોરી માર્ગ રસ્તાઓ માટે ફાળવેલ ત્રીસ કરોડની ગ્રાન્ટ પૈકી બાકી રહેતી ગ્રાન્ટમાંથી ઉપરના રોડના કામોને મંજૂરી આપવા માંગ કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર