મોરબી: રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ પ્રાંતના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેશીયા તેમના પરીવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને ડો. જયંતિભાઈ ભાડેશીયાના વરદ હસ્તે શહીદ જવાનોના પરિવારજનોને રૂપીયા ૧-૧ લાખના ચેક આપવામાં આવ્યા હતા.
મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવના બીજા નોરતે અજયભાઈ લોરિયા દ્વારા બનાસકાંઠાના વડગામના શહીદ જવાન રમેશભાઈ અને મહેમદપુર (જમ્મુ)ના શહીદ જવાન જસવંતસિંહના પરિવારજનોને રૂપિયાના એક -એક લાખના ચેક આપી આર્થિક સહાય કરી હતી.
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...