Saturday, May 4, 2024

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રે દેહદાન-અંગદાનના સંકલ્પ લેવડાવાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિન તરીકે ઉજવણીનું આયોજન સાથેસાથે ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરી વીરાજંલી આપશે

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાત્રે બાળકોને શહીદ ભગતસિંહના ગેટઅપમાં કેક કટીંગ કરાવી વંદે માંતરમના નાદ સાથે શહીદ ભગતસિંહનો જન્મ દિવસ ઉજવ્યો

મોરબી : મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી રંગાઈને સામાજિક કાર્યો થકી દેશભાવનાને સતત ઉજાગર કરવા માટે સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં યંગ ઇન્ડિયા ગૃલ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે રાત્રે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે બાળકોને શહીદ ભગતસિંહની વેશભૂષા ધારણ કરાવી તેમના હસ્તે કેક કટીંગ કરાવીને વંદે માંતરમના નાદ સાથે શહીદ ભગતસિંહનો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેમજ આજે રાત્રે રાસ ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને લોકો પાસે અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી સંકલ્પ દિવસની ઉજવણી કરાશે.

નવરાત્રી મહોત્સવમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ ધમાકેદાર આયોજન કરી સર્વધર્મ સમભાવનો મેસેજ આપ્યો છે. તેમજ તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપિય સુર અને સંગીતના સથવારે મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર કાંતિવીર શહીદ ભગતસિંહનો જન્મ દિવસ હોવાથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે રાત્રે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓને સાથે રાખી 12 વાગ્યા પછી બાળકોને શહીદ ભગતસિંહના ગેટઅપ ધારણ કરાવી આ બાળકોના હસ્તે કેંક કટીંગ કરાવી દીપ પ્રગટાવી તમામ ઉપસ્થિત લોકોએ વંદે માતરમ અને શહીદ ભગતસિંહ અમર રહોના નાદ સાથે શહીદ ભગતસિંહને કોટી કોટી વંદન કર્યા હતા. દરમિયાન આજે રાત્રે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ દિવસની ઉજવણી કરાશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ભારતમાતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે નાનપણથી પ્રબળ દેશભાવના ધરાવતા ભગતસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પેઢી દર પેઢી દરેક યુવાનો માટે શહીદ ભગતસિંહનો દેશપ્રેમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે. એમનો દેશને આઝાદ કરવાનો દ્રઢ સંકલ્પ હતો એના માટે તેઓ જાતનું બલિદાન દેતા પણ અચકાયા ન હતા. ત્યારે આપણે પણ એમના દેશસેવાના સંકલ્પને અનુસરીએ એના માટે ખાસ કરીને યુવાનોમાં દ્રઢ સંકલ્પ કેળવવાની જરૂર છે. આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે

જોકે મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે.જો ભગતસિંહ દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા હોય તો આપણે તો હાલ અંગોનું દાન કરવા માટે સંકલ્પ લેવાનો છે. અને મૃત્યુ બાદ અંગોનું દાન કરવાનું છે. વધુમાં દેવેનભાઈએ ઉમેર્યું હતું કે, આજે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ ખૈલૈયા સહિતના તમામ લોકો પાસે દેહદાન અને અંગદાનના સંકલ્પ માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરાશે. સાથેસાથે શહીદ ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરીને વીરાજંલી અપાશે. આપણે બોર્ડર ઉપર જવાનોની જેમ લડીને દેશસેવા ન કરી શકી તો પણ દેશહિત માટે સારા કાર્યો જેમ કે બીજાના મદદરૂપ થવું, તમામ સમાજને એકસાથે રાખી આદર્શ ભારતીય નાગરિક બનવા માટે સંકલ્પ લઈને દેશસેવા જરૂર કરી શકીએ. આ માટે પણ આજે આદર્શ ભારતીય નાગરિક બનવા માટેના ખરા અર્થમાં સંકલ્પ લેવડાવાશે. આથી ભગતસિંહ જેવું કાળજું રાખીને તેમના જ જન્મદિવસ યુવાનો આગળ આવીને અંગો અને દેહદાનનો સંકલ્પ કરે તેવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બીજે નોરતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ જગતના અગ્રણી દિનેશ વડસોલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર