મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓ દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને બાતમીના આધારે પોલીસે તે ગોડાઉનમાં દારૂની રેડ કરતાં ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૮૯૮૮ બોટલો મળી કુલ રૂ. ૪૦,૫૧,૮૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયો હતો. અને અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા તેની સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમેને સંયુક્તમાં મળેલ ખાનગી હકિકત આધારે લીલાપર રાધે પાર્ટી પ્લોટની પાછળ, શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં આવેલ મિત વિજયભાઇ ચૌહાણ રહે. મોરબી વાળાએ ગોડાઉન ભાડે રાખેલ હોય જેમાં ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ.૪૦,૫૧,૮૦૦ના
આરોપી મિત વિજયભાઇ ચૌહાણ / દરજી ઉ.વ ૨૪ રહે. દલવાડી સર્કલ પાસે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં.-બી/૯ મકાન નં.૧૧૦ મોરબી મુળ રહે મોડપર તા.જી. મોરબી વાળો હાજર મળી આવતા મોરબી તાલુકા પોલીસ આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
એલસીબીની ટીમે હાલમાં જેને પકડેલ છે તેની પાસેથી દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઇ તાલુકો ટંકારા અને ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને આ ચારેય શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોધીને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી.
ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ, સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની પુરતી કાળજી લેવામાં આવતી નથી. રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામભરોસે પડ્યાં છે....
મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર...