મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા યોગીરાજ સિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨) અને દિપકસિંહ ખોડુભા વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં.રૂ.૨૨,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યોગીરાજ સિંહ ખોડુભાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. જ્યારે અન્ય એક દિપકસિંહ નામનો ઈસમ નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ માટે ૦૨ થી ૦૫ ઓગસ્ટ દરમિયાન ઝોન વાઈઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ NEP ની ૫ મી વર્ષ ગાંઠની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ...
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી...