Tuesday, April 16, 2024

મોરબી તાલુકાનાં વનાળીયા ગામનો વહિવટી ગુંચવણો ભરેલો વર્ષો જુનો પ્રશ્ન હલ કરતુ મહેસુલી તંત્ર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વનાળીયા ગામના આગેવાનોએ મહેસુલી અધિકારીઓના અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો

મોરબી તાલુકાના વનાળીયા ગામનાં હકકપત્રકે સને ૧૯૮૧ થી સને ૧૯૮૪ સુધીમાં ગામ નમુના નં.૬ની નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ અને ફરીથી સને ૨૦૦૦ થી સને ૨૦૦૧ સુધીમાં નોંધ નં.૧૧૩૦ થી ૧૧૮૨ દાખલ થયેલ. આમ,એક જ નંબરની બે હક્કપત્ર નોંધો દાખલ થઈ નિર્ણય થયેલ પરંતુ આ બંને નોંધોના પ્રકાર, દાખલ તથા પ્રમાણિત તારીખ હિત ધરાવનારાઓ તથા અસરકર્તા સર્વે નંબરો તથા નિર્ણયો અલગ-અલગ હોવાથી ખેડૂત ખાતેદારોને તેમની જમીનના ટાઈટલમાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી.વધુમાં, ગુજરાત સરકાર દ્વારા મેન્યુઅલ હકકપત્ર નોંધો સ્કેન કરાવી ઓનલાઈન કરવામાં આવેલ ત્યારે સોફ્ટવેરમાં એક ગામે એક નંબરની એક જ નોંધ અપલોડ થઈ શકતી હોવાથી બેવડાતી અન્ય નોંધો ઓનલાઈન થઈ ન શકતાં ખાતેદારોની મુશ્કેલીમાં વધારો થયેલ.

આ બાબતે ગામનાં ખાતેદાર ખેડુતો, આગેવાનો, સરપંચ દ્વારા મહેસુલી અધિકારીઓ, પદાધિકારીઓને ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી તથા મુખ્યમંત્રીનાં સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆતો કરવામાં આવેલ. મહેસુલી આંટીઘુંટીનો વીસથી વધુ વર્ષો જૂનો અને દસથી વધુ વર્ષોથી રજૂઆતો વાળો આ પ્રશ્ન ગ્રામજનોએ મોરબી ગ્રામ્ય મામલતદાર નીખિલ મહેતાને ધ્યાને મુકતાં તેમણે આ પ્રશ્નમાં અંગત રસ દાખવી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ તથા મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાનું માર્ગદર્શન મેળવી એક જ નંબરવાળી બન્ને નોંધોની અલગ-અલગ સ્કેન કોપીની એક જ સ્કેન કોપી બનાવી અપલોડ કરવાનું નક્કી કરેલ પરંતુ તેમ કરવા જતાં એક જ નોંધ નંબરમાં બે અલગ પ્રકારની નોંધોમાં ફેરફારનાં પ્રકારો તથા સર્વે નંબરો સમાવિષ્ટ થતાં હોઈ ભવિષ્યમાં ટાઇટલનો પ્રશ્ન ઉદ્દભવી શકે તેમ હોઈ તેમણે મહેસુલી સુઝ દાખવી એક સરખા નંબરવાળી બે નોંધમાંથી ટાઈટલ ચકાસણી સમયે જે સર્વે નંબરનું ટાઈટલ તપાસવાનું હોય તેને લાગુ પડતી નોંધ ધ્યાને લેવી તે મતલબનો હુકમ કરવા વિગતવાર દરખાસ્ત મોરબી પ્રાંત અધિકારીને મોકલતા તેઓએ પણ અંગત રસ દાખવી ખાતેદારોનાં હિતમાં હુકમ કરી સંબંધિત સર્વે નંબરોનાં ગામ નમુના નંબર-૭માં હુકમી નોંધ દાખલ કરી આપતાં વર્ષો જૂના મહેસુલી પ્રશ્નનું સુખદ નિરાકરણ આવેલ.

વર્ષો જુનાં પ્રશ્ન બાબતે ટુંક સમયમાં નિરાકરણ થતાં વનાળીયા ગામનાં સરપંચ ગ્રામ પંચાયતનાં સદસ્યો તથા ગામનાં આગેવાનોએ ગામે મહેસુલી અધિકારીઓનાં અભિવાદનનો કાર્યક્રમ ગોઠવી વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરેલ હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર