મોરબી: મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન તા.૦૯-૧૦-૨૦૨૨ ને રવીવારના રોજ સમય સાંજે ૮:૩૦ થી ૧૨:૦૦ વાગા સુધી ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી પાસે, કંડલા હાઈવે રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ બહેનો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા -૦૬-૧૦-૨૦૨૨ સુધીમાં અક્ષર ડેકોર રવાપર રોડ બાપા સીતારામ ચોક ઓમ શાંતિ કોમ્પલેક્ષ ફસ્ટ ફ્લોર મોરબી ખાતે વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે રૂબરૂ કે મોબાઇલ નં -9586899997 પર સંપર્ક કરવો.
સ્પર્ધાઓ માટે એન્ટ્રી ફ્રી છે રજીસ્ટ્રેશન કરવા માટે એક પાસ પોટ ફોટો લઈ જવુ અને રજીસ્ટ્રેશન કરાવુ ફરજિયાત છે.જ્યા મોરબીમાં સૌ પ્રથમ વાર ગુજરાતના અનેક પ્રખ્યાત નામી અનામી કલાકારો એક મંચ ઉપર જોવા મળશે.
સ્પર્ધાઓ: ગરબા રમવાના કેટેગરી ઉમર ૫ થી ૧૪ છોકરા અને છોકરી ,ઉમર ૧૫ થી ૨૫ છોકરીઓ, ઉમર ૧૫ થી ૨૫ છોકરાઓ તેમજ ઉમર ૨૬ થી ૫૦ વર્ષની મહીલાઓ માટે સ્પર્ધામાં સ્પેસીયલ રાઉન્ડ રાખવામાં આવેલ છે.
એક પાસના એક વ્યક્તિના રૂ.૨૦૦ રાખવામાં આવ્યા છે તથા પાસ વગર સ્પર્ધકોને અને જોવા વાડા ને પણ એન્ટ્રી નહી મળે તો પાસ કલેક્ટ કરી લેવા, પાસ ફરજિયાત છે.તેમજ આ સ્પર્ધામાં જજનો નિર્ણય આખરી ગણાશે તથા સ્પર્ધાના સમયે બધાએ સહયોગ આપવો જેથી આયોજન જાજરમાન બની શકે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...