Friday, April 26, 2024

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ દરમિયાન કરાવી શકાશે

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠો નીગમ લીમીટેડના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે.

ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ–એ) માટે રૂ. ૨૦૬૦/- પ્રતિક્વિન્ટલ મકાઈ માટે રૂ.૧૯૬૨/-પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા. ૩૧/૧૦/૨૦૨૨ સુધીમાં કરાવી શકાશે.

નોંધણી કરાવવા તમામ ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી નાં થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ(IFSC કોડ સહિતનો) સાથે લાવવાનો રહેશે.

ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે જેથી ખેડૂતોનો જથ્થો અસ્વિકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદકેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી તેવું ગુ.રા.નાં.પુ.ની.લી.- મોરબીના નાયબ જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર