મોરબી: મોરબી પરસોત્તમ ચોકથી આગળ રાષ્ટ્રીય શાળા નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક યુવકને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી પરસોત્તમ ચોકથી આગળ રાષ્ટ્રીય શાળા નજીકથી આરોપી હાર્દિક ભાઈ મહેશભાઈ ગોહેલ (ઉ.વ.૨૦. રહે.દરબારગઢ પાસે, જૈન દેરાસર પાસે, મોરબી) એ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-D-9318 કિં.રૂ.૨૫૦૦૦ વાળામા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં.રૂ.૫૨૦ મળી કુલ રૂ.૨૫૫૨૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે તેવામાં ગયકાલે શહેરમાં વરસાદ વરસતા શહેરના મોટાભાગના રસ્તા પર ચાલવું ખૂબ મુશ્કેલ બની ગયું છે ત્યારે મોરબીના માધાપર રોડ પર આવેલ જડેશ્વર મંદિર પાસે શહેરીજનોએ ખાડામાં ભાજપનો ઝંડો ખોડી અનોખો વિરોધ કર્યો હતો ખરાબા રોડ રસ્તાથી કંટાળી ગયેલા લોકોએ ભાજપનો...
મોરબી તાલુકાના બેલા ગામ પાસે યુવક તથા તેનો મિત્ર શેરીમાં બેઠલ હોય ત્યારે મિત્ર સાથે મશ્કરીમાં આરોપી ગાળો બોલતો હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવકને લાકડીઓ વડે મારમારી છુટા પથ્થરના ઘા મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં...