મોરબી: ગઈ કાલના રોજ દશેરાના પાવન પર્વ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગરમાં સાંજે જમણવારનું સરળ અને સુઘડ આયોજન કરવામાં આવ્યુ હતું.
તેમજ આ સાથે NGO ના સભ્યો દ્વારા સેવા કર્યોમા સક્રિય રહીને સહભાગી રહેવા બદલ અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અને અનસ્ટોપેબલ વોરીયર ફેમિલીએ પ્રભુ આ ગ્રુપને આવી જ સેવાકાર્ય માં તત્પર રહેવાની શક્તિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી.
