Wednesday, May 14, 2025

મોરબી: વીસીપરા વિસ્તારમાં દીકરીની માતાને સાસરીયા પક્ષ દ્વારા માર મારવામાં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૨ માં દિકરી તેના પતીથી જુદી તેની માતાના ઘરે રેહવા જતી રહી હોય. ત્યારે સાસરીયા પક્ષ દ્રારા દીકરીની માતાને ઘર જઈ તેને કહેલું કે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે તેમ કહેલ ત્યારે દીકરીની માતાએ કહેલ કે બે વડીલો લાવો વાતચિત કરી મોકલી દઈશુ તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સે દીકરીની માતાને ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ છતરના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરમા આવેલ આંબેડકર કોલોની શેરી નં -૧૨ માં રહેતા પ્રભાબેન રમેશભાઈ સારેસા (ઉ.વ.૪૫) એ આરોપી વસંતભાઇ દાનાભાઈ રાઠોડ (મુળ રહે. મોટા દહીસરા તા. માળીયા) હાલ રહે વીસીપરા ગુજરાત સોસાયટીમાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદીની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસથી ફરીયાદી સાથે રહેવા આવેલ હોય જેથી આરોપી ફરીયાદના ઘેર જઇને કહેલ કે તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે આમ કહેતા ફરીયાદીએ કહેલ કે તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ આમ વાત કરતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી પોતાની પાસે રહેલ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર