મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટીમડી ગામના પાટીયા નજીક ગાડીમાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી -માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટીમડી ગામના પાટીયા નજીક આરોપી અશોકભાઈ દલાભાઈ રાઠોડરહે. વરીયાનગર સો-ઓરડી મોરબી તથા ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે. નાગડાવાસ તા-જી મોરબી વાળા એક પોતાના હવાલાવાળી મારૂતિ સુઝુકી કંપની અલ્ટો કાર રજી નંબર GJ-36-L-2638 કીરૂ ૨૦૦,૦૦૦/-વાળીમાં ઇગ્લીશદારૂની બોટલ નંગ-૪૮ કિં.રૂ.૨૦૬૪૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબ્જામાં રાખી હેરાફેરી કરતા કુલ કીરૂ ૨,૨૦,૬૪૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરામાં પંચાસર રોડ પર મીટ્ટીકુલ સામે રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનના મિત્ર દિપક મનસુખભાઈ પરેચાને અન્ય શખ્સો સાથે માથાકુટ થઇ હોય, જેથી ધ્રુવ, દિપક પરેચા અને વિપુલ સાથલીયા ત્રણેય મિત્રો આરોપીઓ સાથે વાત કરવા નવાપરા વાસુકી દાદાના મંદિર સામે રોડ...