મોરબી: મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત સમાજ દ્વારાદર વર્ષની જેમ આ વર્ષે પણ શરદપૂનમના દીવસે સમાજની બહેનો તથા દીકરીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રાસોત્સવમાં સમાજની બહેનો અને દિકરીઓએ પારંપરિક વેશભૂષાથી સજ્જ થઈને ગરબાની રમઝટ બોલાવી હતી.આ રાસ ગરબા કાર્યક્રમમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ શરદપૂનમ રાસોત્સવમાં સારૂ પ્રદર્શન કરનાર બહેનોને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ શરદોત્સવમાં જયદીપ કંપની વાળા દિલુભા જાડેજા, વાંકાનેરના મહારાણા કેશરિદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટ પરિવારના સભ્યો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબીમાં રાજપૂત સમાજના ટ્રસ્ટનાં ટ્રસ્ટી બનાવા માટે ૧૧ લાખ રૂપિયા સમાજમાં આપવાનું નક્કી થયા બાદ મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, દિલીપસિંહ જીવુભા ઝાલા, મેઘરાજસિંહ નરભેસિંહ ઝાલા, નરવીરસિંહ વિજયભાઈ ઝાલા, રઘુવીરસિંહ ઝાલા તથા નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ સમાજના ટ્રસ્ટમાં ૧૧-૧૧ લાખ રૂપિયા જમા કરાવી સમાજના ટ્રસ્ટી બન્યા છે.
તેમજ શરદોત્સવના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...