મોરબી: મોરબીમાં સુપર માર્કેટ તરફથી સામેના રોડ ઉપર યુવાન પર એક શખ્સે ધોકા વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લગધીરવાસ ચોક જવેરીશેરી માં રહેતા આર્યનભાઈ ઈમરાનભાઈ માડકિયા (ઉ.વ.૧૮) એ આરોપી એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-A-8818 ના ચાલક સાગરભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૧૦-૨૦૨૨ ના રોજ રાતના સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ લાકડાના ધોકાથી ફરીયાદીને ડાબી આંખની બાજુમાં લમણાના ભાગે એક ફટકો મારી ઈજા કરી લોહિ નિકાળી ફરીયાદીને શરીરે મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની આર્યનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...