મોરબી: મોરના લાતી પ્લોટ શેરી નં-૨ ના નાકા નજીકથી બિયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરના લાતી પ્લોટ શેરી નં-૨ ના નાકા નજીકથી આરોપી સુરેશભાઈ પેશુમલભાઈ લાલવાણી રહે. રણછોડનગર સાંઈબાબાના મંદિરની પાસે મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૩ કિં રૂ. ૩૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...