મોરબીમાં શોભેશ્વર રોડ પર કુબેર સિનેમા નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીમાં શોભેશ્રવર રોડ પર આવેલ કુબેર સિનેમા નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શોભેશ્રવર રોડ પર આવેલ કુબેર સિનેમા નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી અશોકભાઈ મગનભાઈ સનુરા, કિશનભાઇ રાજેશભાઈ દુદાકિયા તથા સંજયભાઈ અમરશીભાઈ ધામેચા રહે બધા મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ.૧,૧૩૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.