મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ પકડાયા
મોરબી: મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા ફુલીનગર-૨મા ઉજાલા ડેરી નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી હનિફાબેન સઈદુભાઈ જેડા, અશગરભાઈ હુશેનભાઇ સેડાત તથા આશીફભાઈ હાજીભાઈ જંગીયા રહે બધા વીસીપરા ફુલીનગર-૨ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧,૮૮૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.