હળવદના સરા નાકા નજીક ફોન પર ગાળો આપી યુવાન પર એક શખ્સનો ધોકા વડે હુમલો
હળવદ: હળવદના સરા નાકા નજીક ફોન પર જેમ ફાવે તેમ ગાળો આપી યુવાન પર એક શખ્સે ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાને હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી.
મળતી માહિતી મુજબ વિરમભાઇ શેખાભાઈ કલોતરા (ઉ.વ.૨૭) રહે. જુના દેવળીયા મુળ રહે. હળવદ દિવ્યા પાર્ક સોસાયટી -૨ તા. હળવદ વાળાએ આરોપી માનસીંગ ઉર્ફે હગો વીહાભાઈ કોળી રહે. હળવદ ભવાનીનગર ઢોરો હુસેન ચોકની બાજુમાં તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૧-૨૦૨૨ ના રોજ બપોરના સાડા ત્રણ ચાર વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદી તથા સાહેદને ફોનમા જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ આ કામના આરોપીએ ફરીયાદીને ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને પાવડાના ધોકા વડે માથામાં એક ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર વિરમભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.