“એક તરફ કાલે લોકશાહીનું મહાપર્વ તો બીજી તરફ ન્યાય ઝંખતા પુલ દુર્ઘટનાના પરિવારજનો”
એક જ માસના સમયગાળામાં પુલ દુર્ઘટનાને ભુલી જતા રાજનેતાઓ અને આમ જનતા
મોરબી: વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો છે. ગુજરાતની ગાદી પર કોણ બીરાજમાન થશે તે આવતીકાલે મતદારો નક્કી કરશે. આવતીકાલે ગુજરાતના મતદારો લોકશાહીના મહાપર્વની ઉજવણી કરશે. જયારે બીજી તરફ ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતીથીના રોજ ભોગ બનનાર કુંટુંબીજનો માતમ મનાવશે. પુલ દુર્ઘટનાને એક માસ થયો છે. તેમ છતા મૃતકોના પરિવારજનોને ઇન્સાફ મળ્યો નથી. ગાર્ડ અને ટીકીટ ચેકર જેવા નાના કર્મચારીઓની ધરપકડ કરી પોલીસે સંતોષ માની લીધો છે. જયારે રાજનેતાઓને પુલ દુર્ઘટના યાદ હશેકે કેમ? તેની કોઈ ચર્ચા કરવા કે ન્યાય આપવાની વાત સુધ્ધાં કરવા તૈયાર નથી.
રાજકીય પરિસ્થિતિ જોતા પક્ષો ચૂંટણીમાં વ્યસ્ત છે પુલની દુર્ઘટનાના ચોથા દિવસે ચૂંટણી જાહેર થઇ જતાં પક્ષો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા. તમામ મત માંગવા દોડતા થયા હતા.જો કે કોઇએ પીડિતોની પીડા જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો . મૃતક લોકોના પરિવારજનો હજુ ન્યાય માટે તડપી રહ્યા છે. પણ એક પણ પક્ષના નેતાઓ ન્યાયની લડાઈ માટે કોઈ સક્રિય જોવા મળ્યા નથી. પુલ દુર્ઘટનાને એક મહીનો થવા છતા એક પણ પક્ષના નેતાઓ મૃતકના પરિવારજનોને દિલાસા આપવા પણ નથી ગયા.
તેમજ પુલ દુર્ઘટના બની હતી તે દિવસે મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જો કે કોઈ નામજોગ ફરિયાદ નોંધવાને બદલે બેનામી ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડ ,ટિકિટ ક્લાર્ક ઓરેવાના મેનેજર અને ફેબ્રિકેશન કામ કરનાર એજન્સીના આરોપી પિતા પુત્ર સહિત 9ની ધરપકડ કરી હતી.તેમને જેલ હવાલે કર્યા, પરંતુ ત્યારબાદ પોલીસે કોઈ નોંધપાત્ર કામગીરી કરી નથી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લોકોના કામમાં ગુનાહિત બેદરકારી દાખવનાર મગરમચ્છોને તેમજ પુલ ચાલુ થયો તે દિવસથી આખ આડા કાન કરનાર પાલિકા તંત્ર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ? અને શું જવાબદાર લોકોને સજા મળશે કેમ? મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે કે નહી કે પછી ચુંટણીના સમયે જેમ પુલ દુર્ઘટના વિસરાઈ ગઈ તેમ ચુંટણી પછી પુલ દુર્ઘટના એક યાદ બનીને રહી જશે.
પોરબંદરના 75 વર્ષ ના દાદા ને પડી જતા પીઠના D11 અને D12 મણકાની ભાંગ તૂટ (fracture) થયેલ. જેથી ઉભા રહેવામા તેમ જ ચાલવામા ખૂબ તકલીફ થતી (paraparesis) અને કમર નો અસહ્ય દુખાવો (backpain) થતો હતો.
ઉમર ને લીધે તેમના મણકા પોલા પડી ગયા (osteoporosis) હોવાથી ઓપરેશન વડે મુકેલ સ્ક્રૂ ફેઇલ...
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટંકારા તાલુકાની વીરપર ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરવામાં આવી છે.
જેમાં સ્માર્ટ વિલેજમાં જોઈતા બધા માપદંડ જેવા કે વ્યક્તિગત તથા સામુહિક વિકાસના કાર્યક્રમો દ્વારા ગ્રામ પંચાયત તે અને સરપંચ દ્વારા પોતાની ફરજો અને જવબદારીઓ અદા કરી શહેર ની માફક ગામનૉ વિકાસ થાય અને ગ્રામ્ય...
મોરબી ગામ એવું એક ગામ છે કે જ્યાં સતત કંઈકને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી જ હોય છે. કોરોના કાળમાં જ્યારે લોકોને લોહીની જરૂર હતી ત્યારે મોરબીમાં અનેક જગ્યાએ રક્તદાન કેમ્પઓનું આયોજન થયું હતું અને ઘણી બોટલો રકત એકત્ર થયું હતું,એવી જ રીતે કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય કે કોઈ વ્યક્તિનું મૃત્યુ...