મોરબી: મોરબીમાં જુના સ્કૂલના મિત્રો આજ રોજ ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.
ઓમ શાંતિ સ્કૂલમાં સાથે ભણતા મિત્રો દ્વારા દર વર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાય છે પણ કોરોનાના લીધે 2 વર્ષ બાદ આજ રવિવારના રોજ બધા મિત્રો સાથે મળીને જૂની વાતોને વાગોળી હતી અને સ્કૂલ લાઈફની વાતો તાજી કરી હતી. સ્કૂલના 15 વર્ષ બાદ પણ મિત્રો મળીને એક બીજાના સંપર્કમાં રહે એ હેતુ હથી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
