મોરબી: તા.૨૦/૦૧/૨૦૨૩ના રોજ યોજાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૭માં પદવીદાન સમારંભમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીએ B.Sc બોટની વિષયનો ગોલ્ડમેડલ તેના નામે કર્યો છે. સળંગ ત્રણ વર્ષથી બોટની વિષયનો ગોલ્ડમેડલ નવયુગ કોલેજના સ્ટુડન્ટએ મેળવ્યો છે.
નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિની વસિયાણી રીનાએ બોટની વિષયમાં યુનિવર્સિટીના તમામ સ્ટુડન્ટ્સમાં વધુ માર્ક મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી સર્વોચ્ચ સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેઓને આ મેડલ કુલાધિપતિ, કુલપતિ અને શિક્ષણમંત્રીની હાજરીમાં આપવામાં આવ્યો હતો.
તેમની આ અનન્ય સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા, પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને અધ્યાપક ગણે અભિનંદન પાઠવ્યા છે.
મોરબી શહેરમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્ય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલ કિં રૂ. ૯૦૮૦ નાં મુદામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...
ટંકારામા એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાયેલ શખ્સને પોલીસ અવારનવાર ચેક કરવા જાય તેનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસના કર્મચારીઓને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ટંકારા પોલીસના ગ્રાઉન્ડમાં તથા મોરબી રાજકોટ હાઇવે પર રોડ પર દોડી જઈ વાહનોને અડચણ રૂપ બનતા પોલીસ ટ્રાફિક કલીયર કરવા જતા પોલીસ પર ત્રણ શખ્સોએ હુમલો કરી...
મોરબી શહેરમાં બાઈક ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ચોરો ને હવે પોલીસનો ભય રહ્યો નથી ત્યારે ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા પાસેથી યુવકનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ...