માળીયામાં બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
માળીયા (મી): ખીરઈ થી વાધરવા ગામ જવાના રસ્તે સુંદરી ભવાની માતાજીના મંદિર પાસે આવેલ ફાટક નજીક બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ખીરઈ થી વાધરવા ગામ જવાના રસ્તે સુંદરી ભવાની માતાજીના મંદિર પાસે આવેલ ફાટક નજીક આરોપી કલ્પેશભાઈ જેરામભાઈ ઉડેચા મુળ રહે માળિયા હાલ રહે લાંબીદેરી ઢોરા ઉપર ભવાનીનગર હળવદ તથા જયદીપ ઉર્ફે જયદેવ ભુપતભાઇ ડાભી રહે. મયુરનગર તા. હળવદ વાળાએ પોતાના હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-D-8925 કિં.રૂ. ૨૫૦૦૦ વાળામા હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૬૦૦૦ મળી કુલ કિં રૂ ૩૧૦૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.