મોરબીના લાલપર ગામે યુવકને બે શખ્સોએ મારમારી જાનથી મારી નાંખવાની આપી ધમકી
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમ સોનેક્ષ કારખાનાની બાજુમાં આવેલ ગોડાઉનની ખુલ્લી જગ્યામાં યુવકે પૈસા લેતીદેતી બાબતે ચેક આપેલ હોય તે રીટર્ન થતા જેનો ખાર રાખી યુવકને બે શખ્સોએ બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી પૈસા નહીં આપે તો જીવતો છોડવો નથી તેમ ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર સોમનાથ પાર્ક રામતિલક એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૪૦૩મા રહેતા સચીનભાઈ ચંદુલાલ સુરાણી (ઉ.વ.૨૯) એ આરોપી કેતનભાઈ મનસુખભાઇ કાલરીયા (ઉ.વ.૩૧) રહે. મોરબી-૨ લીલાપર કેનાલ તુલશીશ્યામ એપાર્ટમેન્ટ -૩૦૧ તથા હાર્દિક ઉર્ફે દેવો જીવરાજભાઈ મોરી (ઉ.વ.૨૫) રહે. રબારી વાસ શેરી નં -૨ મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૨-૨૦૨૩ ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ આરોપી કેતનભાઇ પટેલ તથા દેવાભાઇ રબારીએ ફરીયાદીના ભાઇની સાથેના ટાઇલ્સના વેપારના રૂપિયાની લેતી દેતી બાબતે ચેક આપેલ હોય જે રીટર્ન થયેલ હોય જેનો ખાર રાખીને આરોપી કેતનભાઈ તથા હાર્દિકભાઈએ એક સંપ કરીને આવીને આરોપી નં- હાર્દિકએ ફરીયાદીને ચેક રીટર્નના રૂપિયા આરોપી કેતનભાઈને આપી દેવા કહીને જો રૂપિયા નહિ આપે તો જીવતો છોડવો નથી તેમ ધમકી આપીને બેફામ ગાળો દઇને આરોપી હાર્દિકએ ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ભોગ બનનાર સચીનભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
