Wednesday, September 17, 2025

મોરબી ચારણ સમાજ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા માટે ચારણ સમાજ ના વિધાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામા આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આઈ સોનલ જન્મસતાબ્દી અંતઁગત મોરબી ચારણ સમાજ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા માટે ચારણ સમાજ ના વિધાર્થીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામા આવી.

આજ રોજ તા.9/4/2023ના રોજ જુનિયર કલાર્કની પરીક્ષા લેવામા આવનાર છે જેમા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાંથી ચારણ સમાજ ના વિધાર્થી ભાઈ બહેનોને મોરબી ખાતે પરીક્ષા સેન્ટર ફાળવવામા આવ્યુ. ચારણ સમાજ ના વિધાર્થીઓએ હેરાન ન થાય તે માટે મોરબી ચારણ સમાજ ના વિવિધ સેવાકીય સંગઠનો આઈ સોનલ યુવક મંડળ, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા, સોનલ જન્મોત્સવ સમિતિ, મોરબી ચારણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચારણ સમાજ ના 80 /90 જેટલા વિધાર્થી ભાઈ- બહેનો માટે ક્રિષ્ના હોલ મોરબી ખાતે રહેવા, જમવા,નાસ્તા તથા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરી મોરબી ચારણ સમાજ યુવા ટીમે ચારણત્વ નો વેવાર નિભાવી સમાજ સેવાનુ સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ.

આ સમગ્ર કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા કરવા ABCGMYના અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, સોનલ જન્મોત્સવ સમિતિના મુકેશભા મારુ, સોનલ વાડી નિર્માણ સમિતિના સંજયભા નાંદણ, કરણભા રાજૈયા, રફાળેશ્વર ચારણ સમાજ ના દિનેશભા ગુઢડા, મેહુલભા ખાત્રા, રમેશભા સોયા, વિશ્રામભા ગઢવી, પ્રફુલ્લભાઈ બારહટ, મનુભા લાંબા, દિનેશભા મારુ આઈ ક્રુપા મંડપ, યુવરાજ બારહટ, વરુણદાન બારહટ, સહિત ની ટીમે જહેમત ઉઠાવી.ચારણ સમાજ ના વિધાર્થીઓને પરીક્ષામા ઉતિઁણ થવા માટે શુભેચ્છાઓ પાઠવી.સમગ્ર આયોજન ના દિશાસૂચક વેજાંધભા ગઢવી કચ્છ તથા મનુદાન ગઢવી મહુવા એ આ સેવાનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાત ચારણ સમાજ ના વિધાર્થીઓ ને માહિતિ પુરી પાડવા વિશેષ સહકાર આપ્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર