મોરબી: ભાજપના કાર્યકર્તા વીજપુરવઠાના અધિકારીને સૂચના આપવાની ભૂલી ગયા હશે ખરેખર જે રીતે રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી તેમાં ઉતાવળમાં વીજપુરવઠો પણ બંધના થાય તેવું કહેવાનું હશે પણ ભુલ થઈ ગઈ હવે જિલ્લા ભાજપના પ્રમુખને કેવો ઠપકો આવશે એ તો ભાજપના નેતા જ જાણે ….પણ બન્યું એવું કે મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં વીજ લાઇન બંધ થતાં બધા આ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા …પણ કોઈ કશું બોલે નહીં પણ કાર્યક્રમ પૂરો થશે ત્યારે જ જીલ્લા ભાજપને ખબર પડશે જ્યારે નેતા લાલઘુમ થશે …
રાજ્યની ભાજપ સરકાર ૨૪ કલાક વીજળી આપવાના દાવા કરતી હોય છે જોકે એ દાવાઓને આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજ તંત્રએ જુઠા સાબિત કરી દીધા હતા કારણકે મુખ્યમંત્રીનો કાર્યક્રમ શરુ થતા જ વીજળી ગુલ થઇ હતી.
રાજ્યની ભાજપ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી પધાર્યા છે જ્યાં તેઓ કાર્યકર્તાઓ, વહીવટી તંત્ર સહિતની પાંચ બેઠકોમાં હાજરી આપવાના છે જોકે આજે મુખ્યમંત્રી સ્કાય મોલ પહોંચ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાયો ત્યાં જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
એક તરફ ૨૪ કલાક વીજળીના દાવા કરતી સરકારના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજળી ગુલ થતા કાર્યકરો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા મોરબીમાં આમ પણ ગમે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોય છે અને આજે મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સાથે જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
મોરબી તાલુકાના લાલપર ગામે રાજલ પાન પાસે યુવક તથા સાથી ચાની લારીએ ચા પીવા ગયેલ હોય ત્યારે ચાની લારીવાળાએ સિક્કા પાછા આપેલ હોય જે બાબતે બબાલ થતા બંને પક્ષો વચ્ચે છરી, ધોકા વડે મારમારી થતા બંને પક્ષો દ્વારા સામસામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...