મોરબી: આજે મોરબીના મહેન્દ્રનગરના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથી નિમિતે ચકલીઘર તથા કુંડા વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગામના લોકો તેમજ આજુબાજુના ગામ લોકોને 3000 માટીના કુંડા અને 6000 ચકલીના માળાનુ વિતરણ કરેલુ હતુ. જેના પરિણામ સ્વરૂપે મોરબીમાં હજારો ચકલીઓને રહેવાનો આશરો મળવાનો છે.
આ પ્રેરણા દાયી કાર્યમાં જોડાયેલ સેવાભાવીઓનો મહેન્દ્રનગર ગામ અને બોપલીયા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
