મોરબી:વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા 80 લાખથી વધુની ઉંચાપાત કરી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની કલંકિત કરતી ઘટના સામે આવી છે
ખુલ્લેઆમ ઠંડા કલેજે ઓન રેકોર્ડ આચરાયેલા ભ્રષ્ટાચાર ની જાણ જિલ્લા પંચાયતને થતાં સમિતિ રચી તપાસ શરૂ કરાઈ હતી જો કે તેના નકર પરિણામ સામે આવ્યા ન હતા.
શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટનાની જાણ ગાંધીનગર પહોંચતા મામલામાં કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ છુટતા શિક્ષણ જગતમાં તહેલકો મચી ગયો છે
ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સહિત અનેક રીતે ગેરરીતિ આચરનારા એક શિક્ષક એક સીઆરસી શિક્ષકના પત્ની સહિત ડમી નામો સામે આવતા કાયદાકીય પગલા તોળાઈ રહ્યા છે સમગ્ર મામલાની જાણ ઓડિટ દરમિયાન જ થઈ હતી પરંતુ સંબંધિત તંત્ર દ્વારા મામલાને ગંભીરતાથી લેવાયો ન હતો
શિક્ષણ જગતને શરમમાં મુકનારા કૌભાંડમાં વિલનની ભૂમિકામાં અને હવે કાયદેસરના પગલા તોળાઈ રહ્યા છે તેમાં પરમાર અરવિંદભાઈ નામના શિક્ષક અત્યારના બીઆરસી અને હાલ સી.આર.સી તરીકે ફરજ બજાવતા અબ્દુલભાઈ શેરસીયા શિક્ષક પત્ની બેલાબેન પરમાર તેમજ બેંક ખાતામાં નાણાકીય વહીવટ થયા હતા તે ડમી અલ્ફાજ બાદી તોફિક હુસેન શેરસીયા અને મહંમદ હુસૈન મુખ્ય પાત્ર તરીકે કૌભાંડ આચરવામાં સામેલ રહ્યા છે તેવી પણ માહિતિ સુત્રો પાસે થી મળી રહી છે.
મોરબી જિલ્લાના શિક્ષક બેડા માં ચર્ચામા રહેલા આ કૌભાંડમાં વાંકાનેર તાલુકામાં વર્ષ 2017 થી 2021 દરમિયાન બેફામપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો સમગ્ર ભ્રષ્ટાચાર ઓડીટ દરમિયાન જ બહાર આવી ગયો હતો ભ્રષ્ટાચાર આચરનારાઓએ ગરીબ બાળકોની શિષ્યવૃત્તિની બચત રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાઈ હતી રજાના રોકડ ની રકમ ડબલ વખત જમાં કરાવી બીજા વખતની રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાઈ હતી.આર ટી ઇ અંતર્ગત કોઈ કારણસર અન્ય સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓને મળતાં 3000 રૂપિયા જાણીતા વિદ્યાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને તે રૂપિયા પોતે હજમ કરી જતા હતા શિક્ષકોને મળતા એરિયસ થી લઈ નિવૃત્ત થતા શિક્ષકોની રજા પૂરી કરવા સહિતના કામોમાં એનકેન પ્રકારે ગોટાળા આચરી ₹80 લાખથી વધુનું કૌભાંડ ઠંડા કલેજે આચરાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ શાળાનો હિસાબી વહીવટ જિલ્લા કે તાલુકા પંચાયતના કર્મચારીઓને બદલે શિક્ષકો દ્વારા કરવામાં આવતો હોય જેના હાથમાં તેના મોહમાં તે કહેવત મુજબ ઉપરોક્ત કૌભાંડ આચરાયું હતું કૌભાંડની જાણ જિલ્લા પંચાયતને ઓડિટ દરમિયાન જ થઈ હતી અને તેના અનુસંધાને ચાર સભ્યોની સમિતિ બનાવી તપાસ હાથ ધરાઈ હતી પરંતુ આજ દિન સુધી કોઈ નકર કામગીરી કૌભાંડીઓ સામે હાથ ધરાઈ નહોતી દરમિયાન ભ્રષ્ટાચાર ની જાણ ગાંધીનગર કમિશનર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ફોજદારી ફરિયાદ નોંધાવાના આદેશો છૂટ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
વાંકાનેર: અમને મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના શિક્ષણ શાખામાં,શિક્ષણ જગતમાં વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિની બચત રકમ તેમજ રજાના રોકડ રકમની રકમ ડબલ વખત જમા કરાવી બીજા વખતની રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાવેલ છે,એવી માહિતી અમોને મળેલ છે,શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા ચલાવતો આવો ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય,ગરીબ વિદ્યાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃત્તિની બચત રકમ વ્યક્તિગત ખાતામાં જમા કરાવી નાણાંકીય ઉચાપત કરેલ છે. તેમજ શિક્ષકોને મળતા ઉ.પ.ધો.ના એરિયર્સની રકમ અને નિવૃત્ત થયેલ શિક્ષકોના રજા રોકડ બિલ વર્ષ :- ૨૦૧૯ વર્ષમાં જમા કરેલ અને ફરી પાછી વર્ષ:- ૨૦૨૦ ના વર્ષમાં ફરી બીજીવાર જેતે શિક્ષકના ખાતામાં ડબલ વખત જમા કરેલ અને પછી જે તે શિક્ષકને જણાવેલ કે આ રકમ ભૂલથી આપના ખાતામાં બીજીવાર ડબલ જમા થઈ ગયેલ હોય પરત જમા કરવી પડશે, જે તે શિક્ષક પાસે ચેક લખાવી લેવામાં આવે શિક્ષકો પાસે રકમ લખાવી, સહી સિક્કા કરાવી લે નામ બાકી રાખે અને કહેવામાં આવે કે બેંકમાં હેડ પૂછીને પછી ચેકમાં નામ લખીને જમા કરી દેશું,આવી રીતે જે તે શિક્ષકને વિશ્વાસમાં લઈ ચેક લખાવી લેવામાં આવેલ ત્યારબાદ આ ચેક તત્કાલિન બી.આર.સી. કો.ઓર્ડીનેટર અને તેની પત્ની અને ભાઈના પર્સનલ ખાતામાં અને હાલ શિષ્યવૃત્તિ કેશમાં ઝીંઝુડા ગામા સજાથી બદલી થયેલ શિક્ષક જે વાંકાનેર તાલુકા પંચાયતમાં શિક્ષણના ભોગે વહીવટી કામગીરી કરતો હતો, હાલ આ શિક્ષકને માત્ર હળવી સજા કરી મોરબી તાલુકાની ઝિંઝુડા શાળામાં બદલી કરેલ છે એમના પોતાના વ્યક્તિગત ખાતામાં અને એમની પત્નીના વ્યક્તિગત ખાતામાં જમા કરી બેંકનું બોગસ ચલણ, બેન્કનો બોગસ સિક્કો બનાવી જે તે શિક્ષક જે તે શાળાને આપી દેવામાં આવતો,એજ રીતે ગરીબ દીકરીઓને મળતી વિદ્યાલક્ષ્મીની પાકતી મુદતની બોન્ડની રકમ પણ નડિયાદ બાજુનો એક શિક્ષક જે તાલુકા પંચાયતમાં શિક્ષણના ભોગે વહીવટી કામગીરી કરતા શિક્ષકના વતનના ગામના બાળકોના ખાતામાં જમા કરાવી પાછળથી એ બાળકોના વાલીઓ પાસેથી રોકડા રૂપિયા પરત મેળવેલ છે,તેમજ નિવૃત થતા શિક્ષકોની સર્વિસ બુકમાં 300 રજા પુરી જમા ન હોય એવા શિક્ષકોની 300 રજા પુરી કરી રજાના રોકડ બિલો મંજુર કરી વધારાની રકમ રોકડ સ્વરૂપે આ બધા લોકોએ પરત મેળવેલ છે, તેમજ ડમી પગાર બિલ બનાવી શિક્ષકોને મળતી ઉ.પ.ધો. કે અન્ય એરિયર્સની રકમ બબે વખત જમા કરી બેન્કમાં આપેલ સ્ટેટમેન્ટમાં જે વાસ્તવમાં શિક્ષક કે શિક્ષિકા નથી એમનું નામ ઉમેરી આવી વધારાની બે વખત જમા કરેલ રકમ એમના ખાતામાં જમા કરવામાં આવતી વર્ષ 1987 થી વર્ષ 1994 દરમ્યાન નિવૃત થયેલ શિક્ષકોને નામદાર કોર્ટના આદેશથી સિલેક્શન ગ્રેડ આપવાનો ચુકાદો આવેલ જેનું એરિયર્સ શિક્ષકોના નામે વ્યક્તિ ચેક આપવાનો નિયમ હોય પણ આ લોકોએ ચેક મેનેજર સાહેબ એસ.બી.આઈ નામે કાઢ્યો અને સાથે સ્ટેટમેન્ટ જોડયું જેમાં એક શિક્ષકને 294000/- બે લાખ ચોરાણું હજારનું એરિયર્સ હોય તો 254000/- જે તે શિક્ષકના ખાતામાં 40000/- રૂપિયા તોહમતદારે પોતાના ખાતાંમાં જમા કર્યા, એવીજ રીતે ગરીબ વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે જેમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલ છે દાત.કોઈ એક શાળામાં ત્રીસ બાળકોને પ્રવેશ આપેલ હોય વર્ષના અંતે આઠ દશ બાળકોએ શાળા છોડી દીધેલ હોય પણ આ લોકો સરકાર તરફથી આવતી દશ હજાર પુરા ત્રીસે ત્રીસ બાળકોના જમા કરે અને ઉપરના રૂપિયા રોકડા લઈ લીધાં, એવી જ રીતે કોઈ શાળાની ફી 7500/- હોય તો પણ પૂરેપૂરા 10000/- જમા કરી ઉપરના રૂપિયા રોકડા ગજવામાં તેમજ બાળકોને અપાતી સ્ટેશનરી યુનિફોર્મ રૂપિયા 3000/- દર વર્ષે વિદ્યાર્થીઓ દીઠ આપવામાં આવે છે એમ પણ આ લોકોએ પુરા બાળકો દીઠ જમા કરી ઉપરના રૂપિયા ગજવામાં એવી જ રીતે પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપ્યા વગર રૂપિયા બરોબર પોતાના ખાતામાં જમા કરેલ છે. દર મહિને જુદી જુદી પે સેન્ટરમાં ડમી શિક્ષકોના નામ ઉમેરી ઉ.પ.ધો.તેમજ અન્ય પગાર કરી ભ્રષ્ટાચાર આચરેલ છે. કેજીબીવીનું સંચાલન બીઆરસી ભવન સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા થાય છે છતાં તાલુકા પંચાયતમાંથી કેજીબીવીમાં રકમ જમા કરેલ છે અને પાછળથી અબ્દુલ શેરસિયા તત્કાલિન બીઆરસીએ 92000/- બાણું હજાર જેટલી રકમનો ચેક પોતાના ખાતામાં એકાઉન્ટમાં જમા કરેલ છે અને બિલ સાગર ટ્રેડર્સના મુકેલ છે, આ સમગ્ર ભ્રષ્ટાચારમાં તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામેલ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના સિક્કા ચલણમાં લગાવેલ છે,વળી તત્કાલીન ટીપીઓ વારંવાર રજા પર ઉતરી જતો અને પોતાની મેળે ટીપીઓનો ચાર્જ તત્કાલીન બીઆરસી અને હાલનો સીઆરસીને આપતો અમારી જાણ મુજબ ટીપીઈઓનો ચાર્જ બીઆરસી કો.ઓર્ડીનેટરને આપી શકાતો નથી, તો આ બધું ઘરના ભુવા અને ઘરના ડાકલા કરી એકાદ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ છે, અમને મળતી માહિતી મુજબ આ લોકોના વ્યક્તિગત ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા તે એમાંથી કેટલીક રકમ પરત ભરીને નિર્દોષતા સાબિત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરેલ છે,પહેલા સરકારી નાણાં પોતાના વ્યક્તિગત ખાતામાં જમા કર્યા અને ઓડિટમાં ખબર પડી જતા નાણાં પરત ભરવા વગેરે જેવી ગંભીર નાણાંકીય ગેરરીતિઓ આચરેલ છે, આ સમગ્ર બાબતની ન્યાયાયિક તપાસ કરાવી વર્ષ:-2017/18 વર્ષ 2018/19,વર્ષ 2019/20 સતત ત્રણ વર્ષ સુધી તોહમદાર અને જેમના નામે બેન્ક વ્યવહાર થયેલા છે એ લોકોના વિરુદ્ધ એફ.આર.આઈ.કરવાની મંજૂરી આવી ગયેલ હોય,એફ. આર. આઈ. કરી કસૂરવાર તમામને કડકમાં કડક સજા કરવા માંગ ઉઠી છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર ભ્રષ્ટાચાર બાબતમાં આવતીકાલે 11.00 વાગ્યેજેમના બેંક એકાઉન્ટમાં તાલુકા પંચાયતમાંથી રૂપિયા જમા થયા છે અને પગરબીલમાં જેમની સહી છે એવા તેર લોકોને તપાસ કમિટી અને ડીડીઓએ બોલાવેલ છે.
