હળવદ: ટ્રેન નીચે પડતું મૂકતાં યુવકનુ મોત
હળવદ: હળવદ રેલ્વે લાઈન ઉપર રેલ્વે મીટર પોલ નંબર ૬૫૯/૩ ની બાજુમાં ટ્રેન નીચે પડતું મૂકતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જગદીશભાઇ શીવાભાઈ મકવાણા (ઉ.વ.૨૨) રહે. હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા. હળવદ વાળાને મગજની તકલીફ હોય અને ઘણી વાર ગાંડા કાઢતો જેથી ઘરમા નાના કજીયા થતા હોય અને આજરોજ કોઇ પણ સમયે રેલ્વે લાઇન ઉપર જઇ રેલ્વે લાઇન ઉપર ટ્રેન નીચે પડતુ મુકી દેતા શરીરે ગંભીર ઇજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.