નેશનલ હાઇવે ઓથોરિટી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ ને રજુઆત છતા પરિસ્થિતિ જૈથે
નેશનલ હાઇવે ઓથોરિટી ને કારણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધુનગર ની બંને તરફ પાણી ના તળાવ ભરાયા
મોરબી ના બંધુનગર ના ગ્રામજનો છેલ્લા 3 વર્ષ થી નેશનલ હાઈ વે રોડ ઓથોરિટી ને રજૂઆત કરે છે અને ગત વર્ષે અનેક અકસ્માત ની વણજાર સર્જાય હતી દર વર્ષે ગ્રામજનો વૈકલ્પિક ધોરણે ડીવાઈડર તોડી અને કામ ચલાઉ રોડ ચાલુ કરે છે પણ આ વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટી ના પેટ માં તેલ રેડાયું હોય ગામ ની સામે લોખંડ ની ગ્રિલ ફીટ કરી દીધી છે જેથી ગ્રામજનો ને વાહન કાઢવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રશ્ન અંગે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ને પણ ધ્યાન દોર્યું છતાં હજી સુધી આ પ્રશ્ન ની અંત નથી આવ્યો શુ તંત્ર હજી કોઈ મોટા અકસ્માત ની રાહ જોવે છે? જો આ પ્રશ્ન નો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો ને ફરજિયાત ઉગ્ર બની અને રસ્તા ઉપર ઉતરવું પડશે તેવુ ગ્રામજનોએ જણાવ્યું હતું.
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ ઇંગોરાળા રોડ પર આવેલ ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહી પોલીસને માહીતી ન આપી હતી જેથી આરોપી ખેતર માલિક મનસુખભાઇ...