મોરબીના મહેન્દ્રપરામાંથી જુગાર રમતા નવ પતત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબીના મહેન્દ્રપરામા તીનપત્તીનો જુગાર રમતા નવ પતત્તાપ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી મહેન્દ્રપરા શેરી નં.૫મા રહેતા જયસુખભાઇ લવજીભાઇ પરમાર રહે. મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ વાળા પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી બાતમીના આધારે રેઇડ કરતા નવ ઇસમો જયસુખભાઇ લવજીભાઇ પરમાર ઉ.વ.૫૨ રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫, આનંદભાઇ જયસુખભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે. મોરબી મહેન્દ્રપરા શેરીનં.૫ , જયંતીભાઇ મુળજીભાઇ ભડસોલ ઉ.વ.૬૮ રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૪, નિલેષભાઇ ચંદુભાઇ જોષી ઉ.વ.૪૨ રહે.મોરબી વાવડી ગાયત્રીનગર શેરીનં.૫, ઇમરાનભાઇ મામદભાઇ કચ્છી ઉ.વ.૪૨ રહે.મોરબી સીપાઇવાસ વાણંદશેરી, રાજેશ સુભાષભાઇ ચૌબે રહે. મોરબી મહેન્દ્રપરા શેરીનં.૧૪ મુળરહે. જૈસોલી તા.જી.ગોપાલગંજ ભાર, મેહુલભાઇ નારણભાઇ પરમાર ઉવ.૩૧ રહે. મોરબી દલવાડી સર્કલ પાસે સરકારી આવાસ યોજનાના મકાનન,બી, ૧૦, ગોપાલભાઇ જેઠાભાઇ ભોજાણી ઉ.વ.૪૦ રહે.મોરબી રવાપર ગામ બોનીપાર્ક કેશવ એપાર્ટમેન્ટ બ્લોકનં ૬૦૩, દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા ઉ.વ.૪૪ રહે.મોરબી માધાપર અંબીકારોડ વાળાને ને ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા રોકડ રૂ.૩૧,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાર્યવાહી કરેલ છે.
