મોરબી: નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ અંતર્ગત યોગ દિવસે જાગૃતિ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબીમા બાઇક રેલી યોજાઇ હતી.
આગામી તા.૨૧-૦૬-૨૦૨૩ ના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણી સમગ્ર રાજયમા થનાર છે.જે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ બાઇક રેલીના માધ્યમથી યોગ અંગેની જાગૃતી કાર્યક્રમનુ આયોજન કરવા માટે સુચના કરવામા આવેલ છે. જે અનવ્યે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક પી. એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા આજે તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ મોરબી સીટી ટાઉન વિસ્તારમા બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમમા પી.એસ. ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક, પી.એ.ઝ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ, કે.એ.વાળા, પોલીસ ઇન્સપેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, એસ.એમ. ચૌહાણ, રીઝર્વ પોલીસ ઇન્સપેકટર, પોલીસ હેડ કવાર્ટર, મોરબી તેમજ ૧૦૦ જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...