Saturday, May 17, 2025

મોરબી એલસીબીએ બોલેરો ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની 708 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડીમાંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૭૦૮ કિ.રૂ. ૩,૨૩,૮૮૦/- તથા અન્ય મુદામાલ મળી કિ.રૂ. ૧૧, ૨૮, ૮૮૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી પોલીસને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, જુના ટુરોડ ઉપર ઘુંટુ તરફથી સુરેન્દ્રનગર જિલ્લાનો નામચિન બુટલેગર વસંતભાઇ કાનજીભાઇ વાણીયા રહે. પીપળી (જતનું) તા. પાટડી વાળો મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ-13- AX-0820 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી ત્રાજપર ચોકડી તરફ આવે છે જે બાતમીના આધારે મોરબી એલ.સી.બી. ના માણસોએ ગાડી રોકવા સારૂ રોડ ઉપર આડસ ઉભી કરેલ હોય જે આડશને બોલેરો ગાડીએ તોડી ફિલ્મી સ્ટાઇલથી ભગાડી મોરબી થી જેતપરરોડ તરફ ભાગેલ જે ગાડીનો પીછો કરી નાઇટ રાઉન્ડની મોબાઇલવાનનો વાયરલેશ સેટથી સત્તત સંપર્ક કરી, પોલીસ કન્ટ્રોલરૂમ ખાતે ગાડી ભાગેલની વર્ષી આપી નાકાબંધી કરાવી સદર ગાડી ફિલ્મી સ્ટાઇલે ભાગતી હોય જેનો પીછો ચાલુ રાખી આ ગાડી હળવદ તાલુકાના નવા દેવળીયા બાજુ જતાં મોરબી તાલુકા પોલીસની મોબાઇલ તથા હળવદ પોલીસ સ્ટેશની પી.સી.આર વાન અગાઉથી નવા દેવળીયાના રસ્તા ઉપર આડસ ઉભી કરી ગાડી રોકવાનો પ્રયત્ન કરતા સદર ગાડીએ તે પણ આડશ તોડી નવા દેવળીયા ગામે શેરી ગલીમાં પાર્ક કરેલ વાહન સાથે અથડાવી પોલીસ પીછો કરતી જ હોય જેથી તળાવની પાળ પાસે ગાડી રેડી મુકી ગાડીમાં રહેલ બે ઇસમો નાસવા ભાગવા લાગતા પોલીસે પાછળ દોડી પકડવાનો પ્રયાસ કરતા એક ઇસમ વિજય વિનોદભાઇ ડાભી ઉ.વ. ૩૨ રહે. ધાંગધ્રા ,૧૦૦ ડી, ધોળીધાર, રેલ્વે કોલોની તા ધ્રાંગધ્રા જિ.સુરેન્દ્રનગર વાળો પકડાયેલ જયારે એક ઇસમ વસંત કાનજીભાઇ વાણીયા અંધારાનો તથા સીમમાં બાવળની ઝાડીનો લાભ લઇ નાસી ભાગવામાં સફળ થયેલ હતો જે પકડાયેલ ઇસમ તથા માલ મંગાવના તથા નાસૌભાગી જનાર મળી કુલ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ મહિન્દ્રા બોલેરો ગાડી નં. GJ-13-AX-0820 કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-, મોબાઇલફોન નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ બોટલ નંગ- ૭૦૮ કિ.રૂ. કી.રૂ.૩, ૨૩,૮૮૦/- મળી કુલ મુદામાલ રૂ. ૧૧, ૨૮,૮૮૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર