મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે.
ત્યારે આ વર્ષે ભુરજીભાઈએવજેપરવાડી, માધાપરવાડી,બુટાવાડીબોરીયાપાટી,સભારાવાડી,તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.
ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે બૌધ્ધનગર શેરીમાં રહેતા યુવકના કારણે આરોપીને કોર્ટ કચેરીમાં ખર્ચ થયેલ હોય અને તે ખર્ચ તારે આપવો પડશે એમ કહી યુવકને આરોપીઓએ ગાળો આપી માર મારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક એકટીવા પડાવી લીધુ હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...
મોરબી: સાયબર માફિયાઓ દ્વારા સાયબર ફ્રોડ કરી દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા માફિયાઓ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ભાડાના બેન્ક એકાઉન્ટમા જમા કરી સગેવગે કરતા હોવાનું સામે આવતા મોરબી સહિત રાજ્યભરમાં ફરીયાદ નોંધાવામાં આવી રહી છે ત્યારે મોરબી સિટી એ ડીવીઝન અને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૪-૪...
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ત્રાજપર ખારીમાં જાહેરમાં જુગાર રમતા બે પુરૂષ તથા પાંચ મહિલાને રોકડા રૂપીયા-૫૧,૪૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રાજપર ખારીમાં જાહેર શેરીમા અમુક લોકો તીન પતીનો જુગાર રમતા...