મોરબી: તાજેતરમાં હોટલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે લાયન્સ ક્લબ મોરબી સીટી તેમજ લિયો ક્લબ ઓફ મોરબી સિટી ના વર્ષ 2023-2024 ના નવા હોદ્દેદારોની નિયુક્તિ થઈ
જેમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ તરીકે કેશુભાઈ દેત્રોજા (મેતાજી) તેમજ સેક્રેટરી તરીકે લાયન ટી.સી. ફૂલતરીયા ખજાનચી તરીકે લાયન મણિલાલ કાવર જ્યારે લિયો કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ તરીકે ભાવિસા સરડવા, સેક્રેટરી તરીકે લિયો બંસી રૂપાલા ખજાનચી તરીકે લિયો સાવનની નિમણૂક કરવામાં આવી .
નવા નિમણૂક થતાં હોદેદારોએ લાઈન્સ ઇન્ટરનેશનલના ધારા ધોરણ મુજબ શપથ લેવાના હોય છે. ત્યારે ભુજથી પધારેલ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232J ના દ્વિતીય વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર લાયન અભયભાઈ શાહ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા.
જ્યારે લિયો ક્લબ અને લાયન્સ ક્લબમાં નવા જોડતા મેમ્બરનું ઇન્ડક્શન આપણાં મોરબીનાં વતની અને લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જે ના પૂર્વ ગવર્નર રાજુભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું
આ શપથવિધિ સમારોહ ઉપાસનામાં લાયન્સ કલબ ઓફ મોરબી મેઈન, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ માંથી ઝોન ચેરપર્શન લાયન મનીષ પારેખ ,નજરબાગ પ્લસ લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનમાંથી રીજીયન ચરેપર્શન દિગ્વિજયસિંહ ચુડાસમા, ઝોન ચેરપર્શન લાયન દીપકભાઈ પ્રજાપતી લાયન્સ ક્લબ ઓફ થાનગઢથી ઝોન ચેરપર્શન લાયન પ્રવીણ પૂજારા,રિજીયન ચેરપર્શન ધર્મવિરસિંહ જાડેજા,આમ દરેક કલબ માંથી લાયન્સ મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ
આ તકેસમાજના જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પોપટભાઈ કગથરા, મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા. તેમજ જાણીતા ઉદ્યોગપતિ, બિલ્ડર્સ એવા લાયન ડી. એલ.રંગપરિયા તેમજ જુદી જુદી સંસ્થા માંથી ઉપસ્થિત સર્વે મહાનુભાવો એ નવ નિયુક્ત લાયન્સ ક્લબ મોરબી સીટી ના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા અને તેની સમગ્ર ટીમને અને લિયો ક્લબ નાં પ્રમુખ ભાવિશા સરાડવા અને એની સમગ્ર ટીમને અભિનંદન પાઠવી સાથે તેમના વર્ષ દરમિયાન લાયન્સ કલબ દ્વારા જે કંઈ સેવા પ્રવૃત્તિ થાય તેમાં તન મન ધન થી સાથ સહકાર આપવાની ખાતરી આપેલ .
આતકે ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232જે નાં પ્રથમ વાઇસ ગવર્નર લાયન રમેશ રૂપાલાએ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ લિયો કલબ ઓફ મોરબી સિટી દ્વારા સમાજના જરૂરિયાત વાળા લોકોને નિસ્વાર્થ ભાવે સેવા પહોચાડવા બદલ સમગ્ર ટીમની સેવાકીય પ્રવૃતિને બિરદાવી અભિનંદન પાઠવેલ સાથે નવનિયુક્ત ટીમને સમાજના છેવાડાનાં માનવી સુધી સેવાનો વ્યાપ વધારવા પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવી.
આ સમગ્ર કાર્ય કર્મનું સંચાલન ડાયાબિટીસ ચેરપર્શન મોરબીનાં જાણીતા ડૉ. જયેશભાઈ પટેલ તથા ઋતિક બારા દ્વારા કરવા માં આવેલ
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા...