હળવદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદમાં સખી મરચા ઘંટી પાછળ ભેણીના ઢાળ પર આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના ૪૩હજારના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદમાં ભેણીના ઢાળે ચોત્રાફળીમા રહેતા આરોપી દિલીપભાઈ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૪૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૫૬ તથા બિયર ટીન નંગ-૨૪૦ મળી કુલ કિં.રૂ.૪૩,૧૫૫/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.