મોરબી: બોરીયાપાટી શાળામાં આજે તા. 8/7/2023 ડાભી ખોડાભાઈ મલાભાઈ દ્વારા પોતાના જન્મદિવસ નિમિતે શાળાના 400 બાળકોને કલર, નોટબુકોની બહુમૂલ્ય ભેટ આપીને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજ શાળામાં અભ્યાસ કરેલ હોય અને આજે ખૂબ સારી ધંધાકીય સફળતા મેળવી હોય શાળાનો ઋણ ચૂકવવા સમાજને પ્રેરણા આપનાર કાર્ય કરવા બદલ બોરીયાપાટી શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
