જગત જનની માં ઉમિયાના આશીર્વાદ સાથે અમદાવાદ સ્થિત સોલા ઉમિયા કેમ્પસ ખાતે મધ્યપ્રદેશનાં “સરદાર સેના” નાં પ્રતિનિધિ મંડળની “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” નાં પ્રતિનિધિઓ સાથે એક ચિંતન બેઠક યોજાઈ હતી.
જેમાં કૂર્મી પાટીદાર સમાજની વર્તમાન સ્થિતી પર વિચાર વિમર્શ કરવામાં આવેલ. રાષ્ટ્રીય સ્તરનાં કૂર્મી સંગઠનની રચનાને લઈને મધ્યપ્રદેશની સરદાર સેનાએ તેમનાં તમામ જિલ્લા સમિતિઓથી લઈને ગ્રામ સમિતિઓ સહિત 25000 સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનામાં મર્જ થવાના પ્રસ્તાવ પર સહમતી દર્શાવી હતી અને ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં એક મોટા અધિવેશનમાં આ ઘોષણા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશથી પધારેલ આ કૂર્મી સરદાર સેનાની ટીમ આવતીકાલે આપણી માતૃ સંસ્થા ઉંઝા ખાતે માં ઉમાના આશીર્વાદ માટે પ્રસ્થાન કરશે.
