મોરબીના ભવાનીનગરમા તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર આગળ ઇંટુના ભઠા પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર આગળ ઇંટુના ભઠા પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો મુકેશભાઈ ચંદુભાઈ સેખાણી (ઉ.વ.૨૩) તથા સંદિપભાઈ મેરુભાઈ ભોજવિયા (ઉ.વ.૪૦) રહે. બંને મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગરવાળાને રોકડ રકમ રૂ.૬૦૦ નાં મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.