મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર બજરંગ કૃપા આલાપ પાર્ક શેરી નં -૩મા રહેતા શ્રધ્ધાબેન નિરવભાઈ રાજપરા (ઉ.વ.૩૨) એ આરોપી નિરવભાઈ વલ્લભભાઈ રાજપરા (પતિ), વનીતાબેન વલ્લભભાઈ રાજપરા (સાસુ) રહે. ન્યુ આદર્શ સોસાયટી સરદાર બાગની બાજુમાં શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૨-૨૦૧૧ થી ૩૦-૧૦-૨૦૨૨ સુધી ફરીયાદીને અવાર નવાર નાની નાની બાબતોમા તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી મારકુટ કરતા હોય ફરીયાદીને તેના સાસુ કહેતા હોયકે તુ કરીયાવરમા લાવી નથી તારા બાપે કઈ આપીયુ નથી તુ ભુતના પેટની છો તેમ કહી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી ગાળો આપી ફરીયાદીને તે બાબતે મેણાટોણા મારી અવાર-નવાર શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદીના પતિને ખોટી ચડામણી કરી બંન્ને જણાં હેરાન કરતા હોવાની ભોગ બનનાર શ્રધ્ધાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.