હળવદના કેદારીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આરોપી મહેશભાઈ દેવશીભાઇ ઝીંજુવાડીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪૭ કિં રૂ. ૧૭૬૨૫ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી મહેશભાઈ દેવશીભાઇ ઝીંજુવાડીયા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.