પોતાની કામગીરીના ભોગે કામ કરતા બીએલઓ હેરાન પરેશાન
મોરબી:હાલ સમગ્ર રાજ્યની સાથો સાથ મોરબી જિલ્લાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ બુથ લેવલે ડોર ટુ ડોર કામગીરી પોતાના વર્ગના બાળકોના શિક્ષણના ભોગે,પોતાની રોજ બરોજની ફરજના ભોગે કરી રહ્યા છે
કામ સરકારનું મોબાઈલ અને ડેટા દરેક બીએલઓ પોતાનો વાપરી રહ્યા છે પણ બીએલઓ એપ જ ચાલતી નથી વારંવાર એરર આવી જાય છે,વારંવાર એપ અન ઈન્સ્ટોલ કરીને ફરીવાર ઈન્સ્ટોલ કરવી પડે છે,આમાં પણ બીએલઓનો ડેટા ખુબજ ખર્ચાય છે, એક પરિવારનું કામ કરતા વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે,વળી અત્યાર સુધી એક પરિવારના બધા મતદારો એકી સાથે હતા,હાલ એક પરિવારના બધા જ મતદારો વિરવેખેર છે,જુદા જુદા છે એ બધાને ઓનલાઈન ભેગા કરવા માટે શોધવાનું કામ ખુબ જ મુશ્કેલ ભર્યું હોય,બધા જ બીએલઓ બીએલઓ એપને માઈનસ રેન્ક આપી અને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે,ચૂંટણી આયોગને બીએલઓ પાસેથી કામ કરાવવું છે પણ સુવિધાઓ કશી આપવી નથી એવો ગણગણાટ અને ચણભણાટ થઈ રહ્યો છે,અનેક જિલ્લાઓમાં તો આ ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર પણ થયો છે, આવી જટિલ કામગીરીના હાલ બીએલઓ ખુબજ હેરાન પરેશાન છે પણ બીએલઓનો અવાજ,એમની તકલીફો કોઈ સાંભળતું નથી અને સાંજે કામગીરીના રીવ્યુ માંગે છે,આના કારણે ઘણા બધા બીએલઓ ખુબજ માનસિક ટ્રેસ અનુભવે છે. વેદના વ્યક્ત કરી રહ્યા છે કે હે..ભગવાન..!અમને બીએલઓની કામગીરીમાંથી બચાવો.!