મોરબી:ખાખરાળા પીએચસી સેન્ટરની એમબ્યુલન્સ જ બીમાર હાલતમાં !!!
મોરબી ખાખરાળા પીએચસી સેન્ટરની એમબ્યુલન્સ હાલ એકદમ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે
ટંકારા પડધરીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં ધારાસભ્યના આયોજનની ગ્રાન્ટ મોરબી તાલુકાના ખાખરાળામાં આવેલા પીએચસી માટે ફાળવવામાં આવી હતી આ અંગે તેઓ દ્વારા તા ૨૬ સપ્ટેમ્બરના રોજ જીલ્લા આયોજન વિભાગને પત્ર લખી ૧૩ લાખ ખાખરાળા પીએચસીને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી જોકે આ ગ્રાન્ટ ફાળવણી થયાને લગભગ ૧૦ મહિના જેટલો સમય થવા છતાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં ન આવતા હાલ ખાખરાળા પીએચસીમાં હજુ પણ એમ્બ્યુલન્સની ખરીદી કરી ને સોપવામાં આવી નથી જેના કારણે છતાં રૂપિયે ખાખરાળા પીએચસીમાં હજુ પણ ખખડધજ એમ્બ્યુલન્સ દોડે છે
આ એમ્બ્યુલન્સની હાલત એટલી હદે ખરાબ છે કે જો કોઈ આકસ્મિક ઘટના બને અને દર્દીને રીફર કરવાનો થાય તો દર્દી હોસ્પિટલ પહોચે કે ન પહોચે એમ્બ્યુલન્સ જરૂર ગેરેજ પહોંચે તેવી હાલત થઇ ગઈ છે