મોરબીના આલાપ પાર્કના દબાણ મુદે ધારાસભ્યની મુલાકાત બાબત અંદરની વાત બહાર આવી
મોરબીના આલાપ પાર્ક દબાણ મુદ્દે એમના મળતીયાઓને બચાવવા રાત્રે સ્થળ પર દોડી આવી સમજૂતિ કરાવતા કાનાભાઈ
મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં છેલ્લા ઘણા સમયથી દબાણનો મામલો ખુબજ પેચીદો બનેલ હોય, આલાપવાસીઓની વખતોવખતની રજુઆતના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને 10 ઓગષ્ટ સુધીમાં દબાણ હટાવવા માટેની નોટિસ આપેલ જેના પગલે મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાત્રે આલાપ પાર્કમાં એમના મળતીયાઓ ઓશો સિરામીક વાળા અનિલભાઈ સાંણજાને બચાવવા દોડી આવ્યા હતા એવી અંદર બાબત બહાર આવી છે આલાપના શિવ મંદિરના પટ્ટાગણમાં ખુબજ મોટી સંખ્યામાં આલાપવાસીઓ એકત્ર થયા હતા, તમામ લોકોએ આલાપના 80 ફૂટનું દબાણ દૂર કરી આવક જાવક રસ્તો ચોખ્ખો કરવા,સુપર આલાપનું દબાણ દૂર કરી વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધેલો હોય એ દબાણ દૂર કરવું તેમજ મેઈન ગેઇટ સામે જ રહેણાંક વિસ્તારમાં જ ક્રોમસિયલ ગોડાઉન ખડકી દિધું હોય દૂર કરવા એકી અવાજે રજુઆત કરી હતી. તંત્ર દ્વારા 10 ઓગષ્ટ સુધીમાં દબાણકર્તાઓને દબાણ હટાવવા માટે નોટિસો આપેલ હોય કાંતિભાઈ અમૃતિયા પોતાના મળતીયાઓને બચાવવા આલાપ પાર્કમાં દોડી આવ્યા હતા પણ માત્ર પાંચ-છ વ્યક્તિઓના કારણે આલપવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોય કાંતિભાઈ ઉપસ્થિત જન્મેદનીનો આક્રોશ ભાળી ગયા હોય દબાણકર્તાઓને બચાવવા માટે,તંત્ર દ્વારા આપેલ નોટીસથી દબાણકર્તાઓને બચાવવા માટે ઓક્ટોબર-૨૩ સુધીની મહેતલ આપી આવું શા માટે? અત્યારે જ રસ્તો ખુલ્લો કરવામાં શું વાંધો છે? ધારાસભ્ય દ્વારા માત્ર પોકળ વચનો આપવામાં આવ્યા કે હું રસ્તો મંજુર કરાવી દઈશ પછી 80 ફૂટનો રસ્તો ખુલ્લો થઈ જશે આવી પોકળ વાતોમાં આલાપવાસીઓ આવી ગયા,અરે રસ્તો તમતમારે જ્યારે મંજુર થાય ત્યારે પણ 80 ફૂટનો રસ્તો ખુલ્લો કરવામાં શું વાંધો? આવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.
