વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસેથી એક ઇસમ દેશી તમંચા સાથે ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર નેશનલ હાઇવે ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને ગેર કાયદેસર દેશી બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, એક ઇસમ વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત ઉ.વ.૨૨ રહે.હાલ માર્કેટીંગ પાર્ડ, મોરબી મુળ રહે.બાર રાજસમંદ રાજસ્થાનવાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમચી નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.