Wednesday, May 21, 2025

મોરબી: પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામની દિકરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજપર ગામે સાસરે હોય અને તેના સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા ગીતાબેન રાજેશભાઈ હાલાણી (ઉ.વ.૩૦) એ આરોપી રાજેશભાઇ પ્રહલાદભાઇ હલાણી (પતિ), પ્રહલાદભાઇ લાભુભાઇ હલાણી (સસરા), અનસોયાબેન ઉર્ફે ગુગીબેન પ્રહલાદભાઇ હલાણી (સાસુ), સંગીતાબેન પ્રહલાદભાઇ હલાણી (નણંદ) રહે- રાજગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭-૦૫-૨૦૧૩ થી ૧૦-૦૬-૨૦૨૩ સુધી અવારનવાર ફરીયાદીને આરોપીઓ ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી ગાળો આપી મારકુટ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી ભોગ બનનાર ગીતાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર