મોરબીના મકનસર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો જીતેન્દ્રભાઇ ઇશ્વરભાઇ નારણીયા ઉવ.૩૩, દિપકભાઇ કાળુભાઇ ગાપુસા ઉ.વ.૪૫, સુરેશભાઇ માવજીભાઇ તલસાણીયા ઉ.વ.૩૦, અશોકભાઇ બાબુભાઇ ખાંભલા ઉ.વ.૩૨, દિનેશભાઇ ગોરધનભાઇ બોપલીયા ઉ.વ.૪૩ રહે બધાં મકનસર, સીતારામનગર, તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૯,૩૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.