મોરબીના મહેન્દ્રપરામા તીનપત્તીનો જુગાર રમતા આઠ મહીલા ઝડપાઈ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨,૧૩ વચ્ચે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહીલાઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨,૧૩ વચ્ચે રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહીલા પાયલબેન સુરેશભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી, દક્ષાબેન લાલજીભાઇ નકુમ ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી, રજીયાબેન રફીકભાઇ ઉમરેટીયા ઉ.વ.૪૨ રહે.માધાપર શેરી નં.૦૬ મોરબી, ઉમાબેન નરોતમભાઇ સાલવાણી ઉ.વ.૫૦ રહે. રહે.મહેન્દ્રપરા ૧૨-૧૩ ની વચ્ચે મોરબી, સકીનાબેન રહીમભાઇ રાઉમા ઉ.વ.૩૫ રહે. ભારતપરા મફતીયુપરૂ પંચાસર રોડ મોરબી, કંચનબેન નટુભાઇ પંચાસરા ઉ.વ.૬૦ રહે. ભારતપરા શેરી નં.૦૨ પંચાસર રોડ મોરબી, સરોજબેન કિશોરભાઇ પંચાસરા ઉ.વ.૪૦ રહે.ભારતપરા શેરી નં.૦૨ પંચાસર રોડ મોરબી ઝરીનાબેન જાનમામદ સંધવાણી ઉ.વ.૪૫ રહે.ગણેશનગર વાવડીરોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૫૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.