Saturday, May 24, 2025

મોરબી જુના બસ સ્ટેન્ડ અંદર આવેલ પાર્કીંગમાથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક અંદર આવેલ પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઈ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોક કંસારા શેરીમાં રહેતા સિધાર્થભાઈ રાકેશભાઈ મેહતા (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી‌ સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત. તા. ૦૮-૦૬-૨૦૨૩ ના રોજ અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર- પ્રો મોટરસાયકલ રજીસ્ટર નં.- જીજે-૦૩-એફ.એન.-૯૭૯૩વાળુ સને ૨૦૧૪નુ મોડલ બ્લેક કલર વાળુ કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી વાળુ મોટરસાઇકલ (જંગમમિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સિધાર્થભાઈ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર